Beliefs for Rain forecasting and Crop planing: Doubling Farmers Income

વરસ અને વરસાદના અણસાર માટે ભડલી વાકયો


'' જો વરસે આદરા તો બારે માસ પાધરા.''
તેનો અર્થ એવો થાય કે......
જો આદ્રા નક્ષત્રના દિવસોમાં  વરસાદ થાય તો
ચોમાસુ અને વરસ સારૂ રહે, ધન–ધાન્ય સારા થાય,  જેથી બાર મહિનાની ચિંતા મટે.
ઉપયોગ : શિયાળુ પાકોનું આગોતરૂ આયોજન કરી શકાય.


..................................................................................................................
'' વખ–પખ બે ભાઈલા,  વરસે તો વરસે, વાયલા તો  વાયલા.''
તેનો અર્થ એવો થાય કે......
વખ એટલે પુનર્વસુ નક્ષત્ર અને પખ એટલે પુષ્ય નક્ષત્ર. આ બે નક્ષત્ર બે ભાઈની  જોડી  સમાન  છે
 જો એક નક્ષત્ર વરસે તો  બીજુ પણ વરસે અને એક  નક્ષત્ર કોરૂ જાય  તો બીજામાં  પણ વરસાદની અછત    થાય.
ઉપયોગ : ખેતી પાકમાં કટોકટીની અવસ્થામાં પિયત આપવાનું આગોતરૂ આયોજન કરી શકાય.
........................................................................................
'' અનુકરણશીલ પાંચ છે, મઘા આદિ જ વિચાર;
એક ગળ્યે બીજા બીજા ગળે, જાણી લેજો સાર.
તેનો અર્થ એવો થાય કે......
મઘા નક્ષત્રથી શરૂ થતા પાંચ નક્ષત્ર એક બીજાને અનુસરે છે અને જો  મઘા નક્ષત્રમાં વરસાદ હોય તો બાકીના નક્ષત્રમાં પણ વરસાદ થાય.
પણ જો મઘા નક્ષત્ર વરસાદ વગરનું પસાર થઈ જાય તો ચોમાસુ અને વરસ નબળુ પડી ગયુ ગણવુ.  જેથી અનાજ,  પાણી અને ઘાસચારાની અછત થાય 
ઉપયોગ : પિવાના  પાણી અને પશુપાલન માટેના પાણી તથા ઘાસચારા માટે આગોતરૂ આયોજન કરી શકાય 
.........................................................................
''જો વરસે મઘા તો થાય ધાનના ઢગા.''
તેનો અર્થ એવો થાય કે......
જો મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો ઘણુ ધાન્ય તથા ઘાસચારો થાય.
ઉપયોગ : શિયાળુ પાકોનું આગોતરૂ આયોજન કરી શકાય. ચોમાસ ઉત્પાદનમાં  મુલ્યવૃધ્ધિ કરી વેચાણ વ્યવસ્થાનું આયોજન કરી શકાય
.............................................................
'' જો વરસે હાથીયો તો મોતીયે પુરાય સાથિયો
'' હાથિયો વરસે હાર તો આખુ વરસ પાર''
તેનો અર્થ એવો થાય કે......
હાથિયો નક્ષત્ર વરસે તો વરસ ખુબ સારી રીતે પસાર કરી જવાય તેટલું પાણી, ઘાસચારો અને અન્નની સગવડ ઉભી થઈ જાય.
ઉપયોગ : શિયાળુ અને ઉનાળુ પાકોનું આગોતરૂ આયોજન કરી શકાય.

ટિપ્પણીઓ

  1. ખૂબ જ સરસ માહિતી પ્રદાન કરેલ છે. હું આશા રાખુ છુંં કે આ પ્રકારની માહિતી ખેડૂતો, પશુપાલકોને ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

    જવાબ આપોકાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો